Thursday, January 23, 2025
HomeGujaratમોરબી જિલ્લાની ૩ નગરપાલિકાઓમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૮.૯૪ % મતદાન નોંધાયું

મોરબી જિલ્લાની ૩ નગરપાલિકાઓમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૮.૯૪ % મતદાન નોંધાયું

મોરબી પાલિકામાં 17.68 ટકા મતદાન

- Advertisement -
- Advertisement -

માળીયા મી. પાલિકામાં 21.56 ટકા મતદાન

વાંકાનેર પાલિકામાં 24.49 ટકા મતદાન

મોરબી જિલ્લાની 3 નગરપાલિકાઓમાં 11 વાગ્યા સુધીમાં કુલ 18.94 % મતદાન નોંધાયું છે. ત્રણેય નગરપાલિકાઓની 104 બેઠકોમાં 99200 પુરુષ અને 91592 મહિલા મળી કુલ 1,90,792 મતદારો નોંધાયેલાં છે. જેમાં અત્યાર સુધી 23,112 પુરુષ અને 13025 મહિલાઓ મળી કુલ 36,137 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

મોરબી નગરપાલિકામાં 52 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 78331 અને સ્ત્રી મતદારોની સંખ્યા 72320 આમ કુલ મળીને 150651 નોંધાયેલા મતદારો છે. જે પૈકી 16,941 પુરુષ મતદારોએ જ્યારે 9658 સ્ત્રી મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ 26,599 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 21.63 % પુરુષ મતદારોએ અને 13.35 % મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ મોરબી પાલિકામાં 17.66 % મતદાન થયું છે.

જ્યારે માળીયા મિયાણામાં કુલ 24 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 5242, મહીલા મતદારોની સંખ્યા 4786 મળીને કુલ 10028 મતદારો છે. જે પૈકી 1365 પુરુષ અને 797 મહિલાઓએ મતદાન કર્યું છે. આમ કુલ 2162 નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, 26.04 પુરુષ અને 16.65 મહિલાઓએ મતદાન કર્યું છે. આમ મતદાનની કુલ ટકાવારી 21.56 રહી છે.

વાંકાનેર પાલિકામાં જોઈએ તો કુલ 28 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં 15627 પુરુષ અને 14486 મતદારો મળી કુલ 30113 મતદાતાઓ નોંધાયા છે. જે પૈકી 4806 પુરુષ મતદારોએ અને 2570 મહિલા મતદારોએ મતદાન કર્યું છે. આમ કુલ 7376 મત પડ્યા છે. જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, 30.75% પુરુષ અને 17.74% મહિલાઓએ મતદાન કર્યું છે. જે કુલ 24.49% થયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!