ટંકારા તાલુકાના સરાયા ગામે અજાણ્યા વાહને ચાલીને જતા ખેતશ્રમિકને પાછળથી ઠોકરે ચડાવતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેતશ્રમિકનું મોત નીપજ્યું હતું.
હિટ એન્ડ રનની મળતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને ટંકારાના સરાયા ગામે દિવ્યેશભાઈ ઢેઢીની વાડી રાખી ખેત મજૂરી કરતા રમેશભાઈ છગનભાઇ વસુનિયા ગત તા.૦૯/૦૧ ના રાત્રીના સાડા સાતેક વાગ્યે વાડીની બાજુમાં આવેલ દુકાને ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા કાળા જેવી ફોરવ્હીલના ચાલકે રમેશભાઈને પાછળથી હડફેટે લઇ અજાણ્યો ફોરવ્હીલનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. બીજીબાજુ ફોર વ્હીલની જોરદાર ટક્કરમાં રમેશભાઈને કપાળના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રથમ ટંકારા ત્યારબાદ વધુ સારવારમાં મોરબી સરકારી સરકારી હોસ્પિ.માં લઇ જતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવ મામલે મરણ જનારના પત્ની શર્મિલાબેન રમેશભાઈ વસુનિયાની ફરિયાદ પરથી ટંકારા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.