Wednesday, January 1, 2025
HomeGujaratમોરબીમાં હિટ એન્ડ રનના બનાવમાં બેફામ ચાલતા ડમ્પરે રાહદારીના પગ ઉપર વ્હીલ...

મોરબીમાં હિટ એન્ડ રનના બનાવમાં બેફામ ચાલતા ડમ્પરે રાહદારીના પગ ઉપર વ્હીલ ફેરવી દીધું

રાહદારીને આજીવન અપંગની જિંદગી જીવવા મજબૂર, ઢીંચણથી નીચેનો પગ છૂંદાયો

- Advertisement -
- Advertisement -

મોરબીના ટીંબડી ગામમાં હાઇવે રોડથી અંબે ફાર્માં કંપની જતા રોડ ઉપર રસ્તાની સાઈડમાં ચાલીને જતા રાહદારીને માતેલા સાંઢની જેમ બેફામ ગતિએ ચાલતા ડમ્પરે ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં રાહદારીના પગ ઉપર ડમ્પરનું આગળનું વ્હીલ ફેરવી દઈ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે સારવાર દરમિયાન રાહદારી આધેડના પગમાં ગંભીર ઇજાના કારણે ઢીંચણથી નીચેનો પગ કાપી નાખવામાં આવ્યો હતો. હાલ ભોગ બનનાર આધેડ દ્વારા ડમ્પરના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મૂળ બિહાર રાજ્યના રહેવાસી હાલ અયોધ્યાપુરમ સોસાયટી મકાન નં-૧૫૪ તા.અંકલેશ્વર જી.ભરૂચમાં રહેતા મોહનભાઇ રાજેન્દ્રભાઇ શર્મા ઉવ-૪૪ ગત તા.૧૨/૦૮ના રોજ સવારે ૯ વાગ્યાના અરસામાં ટીંબડી ગામની સીમ હાઇવે રોડથી અંબેફાર્મા કંપની તરફ જતા કાચા રસ્તા ઉપર ચાલીને જતા હોય ત્યારે પાછળથી આવતા ડમ્પર રજી.ન. જીજે-૧૨-એઝેડ-૯૨૫૭ના ચાલકે પોતાના હવાલા વાળું ડમ્પર પુરપાટ ગતિએ ચલાવી આગળ પાછળ જોયા વગર ચાલીને જતા મોહનભાઇને હડફેટે લેતા ટ્રકનું આગળનું ડ્રાઇવર સાઇડનું ટાયર મોહનભાઇના ડાબા પગ ઉપરથી ફરી જતા પગમાં ગંભીર ઇજા પહોંચાડી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે મોહનભાઈની સારવાર દરમ્યાન ઢીંચણથી નીચેનો પગનો ભાગ કાપવો પડેલ હોય જેથી હાલ મોહનભાઇ દ્વારા ઉપરોક્ત રજીસ્ટર નંબરના ડમ્પરના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!