Friday, January 10, 2025
HomeGujaratટંકારાના મિતાણા-નેકનામ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બોલેરોની ઠોકરે પગપાળા જઈ...

ટંકારાના મિતાણા-નેકનામ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બોલેરોની ઠોકરે પગપાળા જઈ રહેલા ખેત-શ્રમિકનું મોત

ટંકારાના મિતાણા-નેકનામ રોડ ઉપર હિટ એન્ડ રનના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પગપાળા કારીયાણુ લેવા જઈ રહેલા ખેત શ્રમિકને પુરપાટ ગતિએ અને ગફલાતભરી રીતે ચલાવી આવતા બોલેરોએ ઠોકરે ચડાવતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ખેત શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી બોલેરો ગાડીનો ચાલક પોતાનું વાહન લઈ સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે મૃતકની પત્ની દ્વારા અજાણ્યા બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હાલ મિતાણા ગામે અજયભાઈ ભાગીયાની વાડીએ ખેત મજૂરી કરતા અને ત્યાંજ રહેતા મૂળ દાહોદના આંબલી પાણીછોત્રાના વતની ઇલાબેન સુરપાલભાઇ ભાવસીંગભાઇ નાયક ઉવ.૩૫એ આરોપી અજાણ્યા બોલેરો પીકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૭/૦૭ના આશરે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા અજાણ્યા બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદી ઇલાબેનના પતિ સુરપાલભાઇ ભાવસીંગભાઇ નાયકને મિતાણા નેકનામ રોડ તળીયાપીરની દરગાહથી આગળ નેકનામ તરફ પગપાળા ચાલીને કરીયાણાનો સામાન લેવા જતા હોય ત્યારે હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે અકસ્માતમાં સુરપાલભાઈ નાયકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગંભીર અકસ્માત સર્જી અજાણ્યો બોલેરો પીકઅપનો ચાલક પોતાના હવાલાવાળુ વાહન અકસ્માતના સ્થાળે ઉભુ રાખ્યા વગર નાસી ગયો હતો. જે ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!