મોરબી સ્ટેશન પર સાત નવા સ્ટોપેજ આપવા અને હરિદ્વાર સપ્તાહમાં એક ને બદલે વધુ ટ્રેનો દોડાવવા રજૂઆત
પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ રાજકોટ અને ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સંસદીય મતવિસ્તારોના સાંસદો સાથે રાજકોટ સક્રિટ હાઉસ ખાતે બેઠક બોલાવી હતી. જેમાં સાંસદો દ્વારા ૬ ટ્રેનો રાજકોટ લંબાવવા જાહેરાત કરવામાં આવી હતી તેને તાત્કાલિક ધોરણે રમલવારી કરવા તાત્કાલિક ધોરણે અમલવારી કરવા માટે કહ્યું હતું..રંતુ તેમ છતા હજુ સુધી તે ટ્રેનોને રાજકોટ સ્ટેશન સુધી લંબાવવામાં ન આવતા આજરોજ મળેલી બેઠકમાં સાંસદોએ કામગીરી પૂર્ણ કરવા રેલબાબુઓને અલ્ટીમેટમ આપી દીધું છે અન્યથા સાંસદ ગજવવામાં આવશે તેમ જણાવી દેવાયું છે. તેમજ કોરોનાકાળમાં જે ટ્રેનોના સમય બદલાયા છે તેને ફરી નિર્ધારિત સમય પર દોડાવવા પણ માંગ કરી છે..
પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ રાજકોટ અને ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સંસદીય મતવિસ્તારોના સાંસદો સાથે રાજકોટ સક્રિટ હાઉસ ખાતે બેઠક બોલાવી હતી. જેમાં સાંસદો દ્વારા ૬ ટ્રેનોને રાજકોટ લંબાવવા જાહેરાત કરાઈ હતી. ઘણા સમય પહેલા રાજ્યના રેલમંત્રી દર્શના જરદોશે અમદાવાદ સુધી આવતી પટના એક્સપ્રેસ, પ્રયાગરાજ એક્સપ્રેસ, કોલકત્તા એક્સપ્રેસ, કોલ્હાપુર એક્સપ્રેસ, નાગપુર એક્સપ્રેસ અને હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એકસપ્રેસને રાજકોટ લંબાવવા માટે જાહેરાત કરી હતી. પરંતુ તે ટ્રેન રાજકોટ સુધી નહિ લંબાવતા સાંસદોએ રેલબાબુઓને તાત્કાલિક ધોરણે ટ્રેન લંબાવવા અલ્ટીમેટમ આપી દીધું છે તેમ નહીં થાય તો સંસદ ગજવવામાં આવશે તેમ જણાવી દેવાયું છે. તેમજ કોરોના કાળ દરમિયાન ટ્રેનના સમયમાં બદલવા કરવામાં આવ્યો હતો તેને નિર્ધારિત સમયે દોડાવવા માંગ કરાઇ છે. તે ઉપરાંત સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા ઓખા-વિરમગામ અને ઓખા-અમદાવાદ વચ્ચે નવી ટ્રેન ચાલુ કરવા માંગણી કરાઇ છે. તેમજ પોરબંદર-હાવડા અને લાંબા અંતરની ટ્રેનો જેવી કે ઓખા ગોહાટી, ઓખા બનારસ, દુરન્તો એક્સપ્રેસ વગેરે ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેર ખાતે આપવો. વાંકાનેર તેમજ મોરબી જંકશન ઉપર પીવાના પાણીની સુવિધા, એકસીલેટર (સીડી) મુકવા નવા યુરીનલ બનાવવા તેમજ પ્લેટફોર્મ ઉપર બેન્ચ મુકવા જેવી પેસેન્જર સુવિધા જરૂરિયાત મુજબ ઊભી કરી પેસેન્જરને સારી સગવડતા સાથે ડેમુ ટ્રેનના ડબ્બા વધારવા પણ રજુઆત કરાઇ હતી. તે ઉપરાંત તમામ સાંસદો દ્વારા સૌરાષ્ટ્રના શ્રધ્ધાળુઓ માટે રાજકોટથી હરિદ્વાર માટે જતી ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાની માગ કરાઈ હતી.તેમજ જમીન સંપાદન સહિતના પ્રશ્નો અને લીગલ ઓનરશીપ કલીયર નથી તેમાં કામગીરી કરવા અને સર્વે કરવા માટે સહિતના મુદ્દે સાંસદોએ રેલવે અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું.