મોરબીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સૌથી મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં મોરબી જિલ્લામાં એક જ દિવસમાં કુલ 35 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જયારે આજે 18 દર્દીઓએ ડિસ્ચાર્જ પણ મેળવ્યો છે.
મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે મોરબી જિલ્લામાં 35 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 14 અને શહેરમાં 2 કેસ મળી 16 કેસ નોંધાયા છે. હળવદ ગ્રામ્યમાં 2 તથા શહેરમાં 5 તેમજ ટંકારા ગ્રામ્યમાં 9 જયારે શહેરમાં 0 અને માળીયા ગ્રામ્યમાં 3 અને શહેરમાં 0 કેસ નોંધ્યા છે. જયારે વાંકાનેર ગ્રામ્ય તથા શહેરમાં 0 કેસ નોંધાયા છે. જયારે મોરબીના 17 અને હળવદનો 01 દર્દી સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ મોરબીમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંક 150ને વટી 165 પર પહોંચ્યો છે. ત્યારે કોરોનાનાં વધતા કેસો તંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે. જેને લઇ હવે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આજે 797 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 35 પોઝીટીવ આવ્યા છે.