રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચન કરેલ હોય, જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાને અંજામ આપી નાસતા ફરતા આરોપીને હળવદમાંથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષકએ હળવદ પોલીસ સ્ટેશનની ટીમને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કે.એમ. સોલગામા તથા સાથેના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન તેઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ભાવેશ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા (રહે.પંચમુખી ઢોરો પેલી શેરી,ટેલીફોન એક્સ્ચેન્જની પાસે હળવદ તા.હળવદ જી.મોરબી)નેહળવદ પંચમુખી ઢોરામાં વિસ્તારમાંથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.