ખેતી કરવા, દવા લેવા પણ પૈસા ન હોય ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી કરી આત્મહત્યા
હળવદના અજીતગઢ ગામના ખેડૂતે હૃદયદ્રાવક વેદના સાથે ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર અજીતગઢ ગામે રહેતા રમેશભાઈ પ્રભુભાઈ લોરીયા નામનાં ખેડૂતે નર્મદા કેનાલમા ઝંપલાવી આત્મહત્યા કરી છે. ખેડૂતે આર્થિક ભીંસથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ખેડુત પાસે ખેતી કરવા માટે પૈસા ન હોય આર્થિક ભીંસને કારણે ખેડૂતે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ખેડૂત પાસે દવા લેવાના પણ પૈસા ન રહ્યા હોય હે અલખધણી મારા છોકરાવની લાજ રાખજે કહી ખેડૂતે મોત વ્હાલું કર્યું હતું. સ્યુસાઇડ નોટ મળી આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ખેડૂતનાં મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ હળવદ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.