Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના ગાળા ગામના પાટીયા પાસે ટ્રક અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ડમ્પર ચાલકનું...

મોરબીના ગાળા ગામના પાટીયા પાસે ટ્રક અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ડમ્પર ચાલકનું કેબીનમાં દબાઈ જતા મોત

મોરબી તાલુકાના ગાળા ગામના બોર્ડ પાસે રોડની કટમાંથી ટ્રક-કન્ટેઇનર ચાલકે ટોતાનો ટ્રક પુર ઝડપે લેતા સામેથી આવતું ડમ્પર ટ્રક-કન્ટેઇનર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ડમ્પર ચાલક ડમ્પરની કેબીનમાં દબાઈ જતા હાથ પગ અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ શિવશક્તિ રોડવેઝનું ડમ્પર રજી.નં. જીજે-૩૬-વી-૩૦૧૧ના ચાલક અરવિંદભાઈ દયાળજીભાઈ શેખવા ઉવ.૩૨ ઉપરોક્ત ડમ્પર લઈને ગત તા.૧૮/૧૧ના રોજ મોરબીથી માળીયા જતા હોય દરમ્યાન ગાળા ગામના પાટીયા પાસે પહોચતા રોડ વચ્ચેની કટમાંથી ટ્રક કન્ટેનર રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૫૦૫૧ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી રોડની વચ્ચે કટમાંથી મોરબી માળીયા તરફના રોડ ઉપર આવતા ટ્રક કન્ટેનરની સાથે ડમ્પર ભટકાતા અરવિંદભાઇ ડમ્પરની કેબીનમાં અંદર દબાય જતા બન્ને પગમા તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા અરવિંદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન મુકી નાસી ગયો હતો, ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના મામલે મૃતકના ભાઈ વિજયભાઈ દયાળજીભાઈ શેખવા દ્વારા ટ્રક-કન્ટેઇનર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!