મોરબી તાલુકાના બગથળા ગામે બકરીનું બચ્ચું વાડીમાં ચાલ્યું જવાથી કુટુંબી કાકાજી સસરા સહિતના લોકોએ મળી મહિલાને લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે માર મારવાનો બનાવ સામે આવ્યો છે, હાલ ઇજાગ્રસ્ત મહિલાએ આરોપી કાકાજી સાસુ-સસરા સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના બગથળા ગામે રહેતા સરોજબેન અનિલભાઈ સરવૈયા ઉવ.૩૬એ તાલુકા પોલીસ સમક્ષ આરોપી નરેશભાઈ લાભુભાઈ સરવૈયા, સુરેશભાઈ લાભુભાઈ સરવૈયા, લાભુભાઈ સરવૈયા અને પ્રેમીબેન લાભુભાઈ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૯/૦૮ના રોજ ફરિયાદીના બકરીનું બચ્ચું પડોશમાં રહેતા ફરિયાદીના કાકાજી સસરાની વાડીમાં જતું રહેતા જે બાબતે ફરિયાદી સરોજબેન સાથે તેમના કાકાજી સાસુ-સસરા બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમ્યાન આરોપી નરેશભાઈ પણ આવી બોલાચાલી કરવા લાગ્યા હતા આ દરમ્યાન આરોપી પ્રેમીબેને ફરિયાદી સરોજબેનને ગાળો આપી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ આરોપી સુરેધ અને નરેશે પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકાથી મહિલાના શરીરે, ખભા ઉપર તેમજ વાસમાં માર માર્યો હતો. આ દરમિયાન પરિવારજનોએ વચ્ચે પડી સરોજબેનને વધુ મારથી છોડાવ્યા હતા. ભોગ બનનાર સરોજબેનને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.