મોરબીના સામાકાંઠે ભડીયાદ વિસ્તારમાં યુવકને સામું કેમ જોવે છે તેમ કહી ઉશ્કેરાયેલા શખ્સે છરી વડે હુમલો કરતાં યુવકની હથેળીમાં ઇજા પહોંચી હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ભડીયાદ વિસ્તારમાં માહી એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ૩૪ વર્ષીય શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા ગત તા.૦૨/૧૦ની રાત્રે દુકાનેથી ઘરે જતા હતા ત્યારે માહી એપાર્ટમેન્ટ પાસે મહિપત ઉર્ફે ભુરાભાઈ રવજીભાઈ વાઘેલા રહે. માહી અપર્ટમેન્ટ ભડીયાદ મોરબી-૨ વાળો મળ્યો હતો. ત્યારે શૈલેષભાઈએ તેની સામે જોતા આરોપીએ ‘સામું કેમ જોવે છે’ કહી ઉશ્કેરાઈ છરી વડે હુમલો કર્યો હતો. જેથી શૈલેષભાઈએ છરી હાથથી પકડવાનો પ્રયાસ કરતા હથેળીમાં ઇજા થઈ હતી. આ દરમિયાન બૂમાબૂમ થતાં શૈલેષભાઈના પિતા અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી મહિપત ઉર્ફે ભુરાભાઈ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૫(૨) તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






