Friday, October 18, 2024
HomeGujaratહળવદના ભલગામડા ગામે નજીવી બે પરિવારો વચ્ચે ધિંગાણું પડ્યા : બન્ને પક્ષે...

હળવદના ભલગામડા ગામે નજીવી બે પરિવારો વચ્ચે ધિંગાણું પડ્યા : બન્ને પક્ષે આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત

હળવદના ભલગામડા ગામે ગત રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થતા તંગદિલી પ્રસરી હતી. બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે થયેલ અથડામણમાં બંને જૂથોના આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના ભલગામડા ગામે ગત રાત્રે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી મારામારીમાં પરિણામી હતી. જેમાં ખાંભડીયા અને દેત્રોજા પરીવાર વચ્ચે થયેલ જુથ અથડામણમા બને પક્ષોના જશુબેન પ્રભુભાઇ દેત્રોજા, વિજયભાઇ રમેશભાઇ દેત્રોજા, પ્રભુભાઇ સુરાભાઇ દેત્રોજા, હરેશભાઇ પ્રભુભાઇ દેત્રોજા, ભુપતભાઇ અળખાભાઇ ખાંભડીયા, વિનોદભાઇ અળખાભાઇ ખાંભડીયા, રંજીતભાઇ પ્રવિણભાઇ ખાંભડીયા અને પ્રવિણભાઇ અરજણભાઇ ખાંભડીયા નામના કુલ આઠ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં ભલગામડામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે‌ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!