Monday, January 13, 2025
HomeGujaratવાંકાનેરના ભોજપરા વાદીવસાહતમાં વધુ એકવાર બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી, સામસામી ફરિયાદ

વાંકાનેરના ભોજપરા વાદીવસાહતમાં વધુ એકવાર બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી, સામસામી ફરિયાદ

માતાજીના મંદિર બાબતે જુના ઝઘડામાં ધોકા,પાઇપ, કુહાડી જેવા હથિયારના હુમલામાં તમામ સભ્યોને નાની મોટી ઇજાઓ પહોંચી

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં ભોજપરા વાદી વસાહતમાં ફરી એકવાર બે પરિવારો વચ્ચે જીની અદાવતનો ખાર રાખી પ્રાણઘાતક હથિયારો વડે એકબીજા સભ્યો ઉપર હુમલો કરી બબાલ થઈ હતી. આ પહેલા પણ આ જ વિસ્તારમાં આ બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો ત્યારે પણ ૧૧ શખ્સો વિરુદ્ધ સામસામી ફરિયાદ થઈ હતી. ત્યારે વધુ એકવાર ભોજપરા વાદી વસાહત વિસ્તારમાં રહેતા બે પરિવારના સભ્યો વચ્ચે બબાલ થઈ હતી હાલ ઝઘડાનું કારણ ધાવડી માતાજીના મંદિર બાબતના જુના ઝઘડાનો ખાર રાખી બંને પરિવારના સભ્યોએ એકબીજાને નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. હાલ બંને પક્ષની સામસામી ફરિયાદમાં વાંકાનેર સીટી પોલીસે કુલ ૧૪ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે પ્રથમ પક્ષની ફરિયાદની મળતી વિગત મુજબ વાંકાનેરના વાદી વસાહત મોટા-ભોજપરામાં રહેતા વિજયનાથ પોપટનાથ બામણીયા ઉવ-૩૦એ આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર, જલાનાથ બોળાનાથ પરમાર, જાનનાથ સુરમનાથ પરમાર, રોબરનાથ સુરમનાથ પરમાર, કરશનનાથ પોપટનાથ પરમાર, પોપટનાથ પરમાર રહે. બધા વાદી વસાહત મોટા-ભોજપરા તા.વાંકાનેર સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે અગાઉ આરોપીઓ સાથે ધાવડી માતાજીના મંદિર બાબતે ઝઘડો થયેલ હોય જોહ્ન મનદુઃખ રાખી ગઈકાલ તા.૧૪/૦૭ના રોજ સવારના સમયે આરોપીઓ પ્રાણઘાતક હથિયાર ધારણ કરી આવી ફરિયાદી વિજયનાથ અને તેના પરિવારના સભ્યોને અપશબ્દો બોલતા હોય ત્યારે વિજયનાથે અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડના સળીયા વતી ફરીને કપાળના ભાગે ઇજા કરી તેમજ અન્ય આરોપીઓએ વિજયનાથને પકડી રાખી ઢીકાપાટુનો શરીરે મુંઢમાર માર્યો હતો. જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે વાંકાનેર વાદી-ભોજપરામાં રહેતા જોગનાથ કાળુનાથ પરમાર ઉવ-૬૦એ વળતી ફરિયાદ નોંધાવતા કુલ આઠ આરોપીઓ મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા, ધરમનાથ ભોટનાથ બાભણીયા રહે.બધા વાદી-ભોજપરા તા.વાંકાનેર, કેશનાથ કાનનાથ બાભણીયા, કરશનનાથ કાનનાથ બાભણીયા, ભુપતનાથ મીરખાન બાભણીયા રહે.સારાણા ગામ તા.થાન તથા ગોરખનાથ કાનનાથ બાભણીયા અને રમતુનાથ ગોરખનાથ બાભણીયા રહે.જરીયા મહાદેવના બોર્ડ પાસે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપીઓએ માતાજીનાં મંદીર બાબતનો અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ફરીયાદી જોગનાથ કાળુનાથ પરમારને તથા તેની સાથેના પરિવારના સભ્યોને ગાળો આપી લાકડી વતી ફરીયાદીને માથાના ભાગે માર મારી ઇજા કરી તેમજ આરોપી ગોરખનાથે તેના હાથમા રહેલ લોખડના પાઇપ વતી ડાબા પગના નળા ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી તેમજ આરોપી કેશનાથે નાએ તેના હાથ રહેલ લોખડના પાઇપ વતી ફરીયાદીને ડાબી આંખના ભાગે ઇજા કરી હતી. આ સાથે તમામ આરોપીઓએ લાકડી કુહાડી પાઇપ વડે હુમલો કરી ઝવેરનાથને માથાના ભાગે ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે બંને પરિવારના કુલ ૧૪ સભ્યો સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી તમામ આરોપીઓની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!