Sunday, April 20, 2025
HomeGujaratબોટાદમાં વાડીમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : બોટાદ એલ.સી.બી.એ ત્રણ સ્ત્રીને મુક્ત કરાવી

બોટાદમાં વાડીમાં ચાલતું કુટણખાનું ઝડપાયું : બોટાદ એલ.સી.બી.એ ત્રણ સ્ત્રીને મુક્ત કરાવી

બોટાદ શહેરના ઓદ્યોગિક વિકાસની સાથે ગુનાખોરી પણ વધી રહી છે પૈસાની રેલમછેલ વચ્ચે ગેરકાયદે પ્રવૃતિઓ પણ સતત વધી રહી છે, જેમાં દારૂ અને ડ્રગ્સ જેવા દુષણ બાદ હવે રહેણાંક મકાનની આડમાં કુટણખાનાનો ધંધો પણ વધી રહ્યો છે. ત્યારે બોટાદ એલ.સી.બી. ટીમે કુટણખાનું ચલાવતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા અનૈતીક દેહવ્યાપારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવીને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બોટાદ પ્રકાશેઠની વાડીમાં રહેતો મુન્નાભાઇ બાવચંદભાઇ જોગરાણા પોતાના રહેણાકમાં ઉપરના માળે ધાબામાં આવેલ ત્રણ ઓરડીઓમાં મનસુખભાઇ ભોપાભાઇ કુકડીયા (રહે.બોટાદ) તથા અનિલભાઇ રૂપાભાઇ પરમાર (રહે.બોટાદ)ની સાથે ભાગીદારીમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. જે હકીકતનાં આધારે બોટાદ એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ત્રણ ભોગ બનનાર મહિલા સાથે મુન્નાભાઇ બાવચંદભાઇ જોગરાણા (રહે ઢાંકણીયા ગામ, તા.જી.બોટાદ), મનસુખભાઇ ભોપાભાઇ કુકડીયા (મુળ રહે.રંગપર, તા.જી.બોટાદ હાલ રહે. રાધાકૃષ્ણ સોસાયટી, પંજવણી કાંટા પાસે તા.જી.બોટાદ), અનીલભાઇ રૂપાભાઇ પરમાર (રહે, ઢાંકણીયા તા.જી.બોટાદ), જયદિપભાઇ કાળુભાઇ ખાચર (રહે ઢાંકણીયા તા.જી.બોટાદ), સુમિતભાઇ મુકેશભાઇ ભીમાણી (રહે.બોટાદ, કૃષ્ણનગર સોસાયટી, પંજવણી કાંટા પાસે, તા.જી.બોટાદ), અમિતભાઇ મુન્નાભાઇ જોડ (રહે,હડદડ, તા.જી.બોટાદ), દિનેશભાઇ સવશીભાઇ જમોડ (રહે.હડદડ, તા.જી.બોટાદ) તથા ધર્મેશભાઇ ઉર્ફે ભાવેશભાઇ ભગવાનભાઇ પરમાર (રહે.ઢાંકણીયા, તા.જી.બોટાદ) નામના કુલ આઠ આરોપીઓને રોકડ ૧,૯૩,૯૮૦/- તથા રૂ. ૯૮,૦૦૦/- ની નીમાતાના ૧૧ મોબાઇલ તથા રૂ. ૧,૦૦,૦૦૦/-ની કિંમતની ૦૫ મોટરસાઇકલ તથા વેશ્યાવૃતિ માટે વપરાતી નીરોધ જેવી વસ્તુઓ મળી કુલ ૩,૯૧,૯૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!