Wednesday, January 8, 2025
HomeGujaratબોટાદમાં અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રતનપર ચોકડી પાસેથી ઝડપાયો

બોટાદમાં અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રતનપર ચોકડી પાસેથી ઝડપાયો

ભાવનગર રિજન આઈ.જી. ગૌતમ પરમારની સુચના મુજબ બોટાદ જિલ્લા એસ.પી.કિશોર બળોલીયાના માર્ગદર્શન હેઠળ બોટાદ એસ.ઓ.જી. ટીમને બોટાદ જિલ્લા વિસ્તારના ગુન્હાઓમાં નાસતાફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના મળેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન બોટાદ એસ.ઓ.જી ટીમ દ્વારા અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા:-૧૨/૦૮/૨૦૨૪ ના રોજ બોટાદ એસ.ઓ.જી.ની ટીમ પાળીયાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતું કે, પાળીયાદ પોલીસ સ્ટેશનનાં ગુ.૨.નં:- ૧૧૧૯૦૦૦૫૨૪૦૧૩૩/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૧(૬), ૧૨ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(W)(૧), ૩(૨)(૫) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રામસંગભાઇ ભાવસંગભાઇ ગોહેલ (રહે.પાળીયાદ, ચામુંડાનગર, કમખીયાના રસ્તે મુળ ગામ, અડવાળ તા.ધંધુકા) રતનપર ચોકડી રૂપડીમાતાના મંદીર પાસે ઉભો હોય જે હકિકતના આધારે રતનપર ચોકડી રૂપડી માતાના મંદીર પાસેથી આરોપીને કોર્ડન કરી ઝડપી લઇ BNSS ની કલમ ૩૫(૧)(સી) મુજબ અટકાયત કરી પાળિયાદ પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!