Monday, November 25, 2024
HomeGujaratહળવદના ચરાડવા ગામે ખેતરમાં પાણી આવવા જેવી નજીવી બાબતે ધારિયા ઉડ્યા:બે મહિલા...

હળવદના ચરાડવા ગામે ખેતરમાં પાણી આવવા જેવી નજીવી બાબતે ધારિયા ઉડ્યા:બે મહિલા સહિત પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં હળવદના ચરાડવા ગમે રહેતા યુવકની વાડીનું પાણી બાજુના ખેતરમાં જતું હોય જેનું ખાર રાખી પાંચ લોકોએ સાથે મળી યુવકને ઢોર માર માર્યો હતો. જેને લઈ યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવારમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના ચરાડવા ગામે રહેતા અને ખેતી કામ કરતા ધરમેન્દ્રભાઇ નારયણભાઇ સોનગ્રાની વાડીના પાણીના ફુવારાનુ પાણી ગણેશભાઇ શીવાભાઇ દલવાડીના ખેતરમા ઉડતુ હોય જે ગણેશભાઇ શીવાભાઇ દલવાડી, અક્ષયભાઇ ગણેશભાઇ દલવાડી, નીલેશભાઇ ગણેશભાઇ દલવાડી, કંચનબેન ગણેશભાઇ દલાવાડી તથા નીલેશભાઇનાં પત્નીને સારૂ ના લાગતા ફરીયાદીના ખેતરમાં આવી ફરીયાદીને ધારીયા, લાકડાના ધોકા, લોખડનો પાઇપનો માર માર્યો હતો અને આરોપીઓએ છરીના ઘોદા મારી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે આઇ.પી.સી કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૪૭.૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!