Wednesday, January 8, 2025
HomeGujaratહળવદના ચરાડવા ગામે સાસુ, નણંદની રોક-ટોકથી કંટાળી પરિણીતાએ ફીનાઇલ ગટગટાવ્યું

હળવદના ચરાડવા ગામે સાસુ, નણંદની રોક-ટોકથી કંટાળી પરિણીતાએ ફીનાઇલ ગટગટાવ્યું

હળવદ તાલુકાના ચરાડવા ગામે ઘરકામ બાબતે સાસુ અને નણંદના રોક-ટોકથી કંટાળી જઇ પરિણીતાએ ફીનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ખાતે આંબેડકર નગરમાં રહેતી પરિણીતા વિજ્યાબેન ભરતભાઇ સોલંકી (ઉ.વ.૨૨)એ ગત તા.૧૦/૦૯/રોજ સવારના ૦૭/૪૫ વાગ્યાના અરસામા પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા પ્રથમ સારવાર અર્થે ચરાડવા સરકારી દવાખાને દાખલ કરાઈ હતી. જ્યાં વધુ સારવારની જરૂર પડતા વધુ સારવાર માટે મોરબી સરકારી દવાખાને ખસેડવામા આવી હતી. ભોગ બનનારનુ નિવેદન લેતા ઘરકામ બાબતે ભોગ બનનારને તેના સાસુ તથા નણંદ અવાર નવાર રોક-ટોક કરતા હોય જે બાબતનુ તેને મનમા ખુબજ લાગી આવતા પોતાના ઘરે ફીનાઇલનુ એક ઢાંકણુ પીધું હોવાનું જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!