ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ 90.41 ટકા પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. તેમજ સમગ્ર રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મેટ્રોસિટીઓને પછડાટ છોડી મોરબી જિલ્લાએ 83.22 ટકા સાથે અવલ્લ સ્થાન મેળવ્યું છે,
ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કુલ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ 2023માં કુલ 2023 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. તેમજ મોરબી જિલ્લામાં ધોરણ – 12 સાયન્સમાં કુલ 1652 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જે પૈકી 1651 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં ગ્રેડ વાઇસ પરિણામ જોઈએ તો A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર મોરબીના 3 વિદ્યાર્થી, A2 ગ્રેડમા 61, B1 ગ્રેડમા 183, B2 ગ્રેડમા 308, C1 ગ્રેડમા 366, C2 ગ્રેડમા 665 તો D ગ્રેડમા 87 અને E1 ગ્રેડમા 1 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયા છે. આ સાથે જ સમગ્ર મોરબી જિલ્લાનું 83.22 ટકા અને હળવદ સન્ટરનું 90.41 ટકા સાથે સૌથી ઊંચું પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે સૌથી ઊંચું પરિણામ A ગ્રુપનું આવ્યું છે, જેની ટકાવારી 72.27% છે, જ્યારે B ગ્રુપનું 61.71% અને AB ગ્રુપનું 58.62% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.