Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધી,નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું બહાર પડાયું

મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધી,નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું બહાર પડાયું

ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગની વ્યવસ્થા કરાઈ

- Advertisement -
- Advertisement -

અષાઢીબીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ-સી.પી.આઇ ચોક-નગરદરવાજા-સોની બજાર- ગ્રીન ચોક-દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ રથયાત્રા સાથે જોડાશે. આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોવાથી શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો નિવારણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ રોડ રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અષાઢી બીજના તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધી વી.સી ફાટક થી નગરદરવાજા, જુના બસ સ્ટેશન થી નગરદરવાજા, ગોલા બજાર મયુર પુલના છેડા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) તેમજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી લાતી ચોકી થી આસ્વાદ પાન, જડેશ્વર મંદિર થી આસ્વાદ પાન, સુપર ટોકિઝ થી આસ્વાદ પાન, જુના બસ સ્ટેશન થી આસ્વાદ પાન, મહેન્દ્રપરા થી આસ્વાદ પાન, રેલ્વે સ્ટેશન થી સુપર ટોકિઝ, પંચાસર ચોકડી (લાતી પ્લોટ) થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ કરવા હુકમ કરેલ છે. મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઇ ચોક, નગરદરવાજ સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ તા.૨૦/૦૬/૨૦૨૩ ના કલાક ૦૭:૦૦ થી કલાક ૧૬:૦૦ સુધી નો- પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.

ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી રોડ/પંચાસર રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે મોરબી લાતી ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે ગાંધીચોક થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે જયદિપ ચોક થઇ લાતી ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. શનાળા ગામ તરફ થી આવતા વાહનો મોરબી પંચાસર ચોકડી થઇ વાવડી ચોકડી થઇ નવલખી ફાટક થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. મોરબી-૨ માંથી મોરબી શહેરમાં પ્રવેશ કરવા માટે ગેંડા સર્કલ થઇ વી.સી. ફાટક થઇ સેન્ટમેરી સ્કુલ થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર તરફ જઇ શકશે. જેતપર રોડ તરફથી આવતા વાહનો માટે રવિરાજ ચોકડી થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર વિસ્તારમાં જઇ શકશે. વાંકાનેર તરફ આવતા વાહનો માટે રફાળેશ્વર થઇ લીલાપર ચોકડી થઇ રવાપર ચોકડી શકશે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!