ગઇકાલે તા.૨૬ ની રાત્રિએ મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં છ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે મામલે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
જેમાં ફરિયાદી સંગ્રામસિંહ જાડેજા એ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાત્રે વિષ્ણુ ઉર્ફે કિશન પ્રહલાદભાઈ કોળી (રહે.ત્રાજપર ખારી) અને તેની સાથે આવેલ બે કિશોર વયના આરોપીઓએ ફરિયાદીના પૌત્ર તેમજ ફરિયાદીની પુત્રવધું સાથે શેરીમાં ફટાકડા ફોડવા બાબતે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદી સંગ્રામસિંહ દ્વારા આરોપીઓને ગાળો બોલવાની ના પાડી હતી બાદમાં ઉપરોકત ત્રણે આરોપીઓને એમના સંબંધી સમજાવીને ઘરે લઈ ગયા હતા જેની થોડી જ વારમાં ત્રણ માંથી કોઈ આરોપીએ બહારથી ચોથા આરોપી તુલસી હસમુખભાઈ સંખેશરીયા (રહે. રાજનગર પંચાસર રોડ મોરબી) વાળાને બોલાવ્યો હતો જેથી આરોપી તુલસી અને તેની સાથે અન્ય બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવી એકદમ ઉશેકરાઇ જઈ ફરિયાદીને ગાળો આપી હતી અને ફરીથી ઝઘડો કરી આરોપી તુલસી સંખેશરીયાએ નેફા માંથી ગેરકાયદેસર પિસ્તોલ કાઢી ફરિયાદીને સામે તાંકીને બે રાઉન્ડ ફાયર કર્યા હતા પરંતુ ફરિયાદી સાઈડ માં જતા રહેતા ફરિયાદીને મોઢે મુક્કો મારી ઈજાઓ કરી હતી જે દરમિયાન આરોપી તુલસીને ફરિયાદીએ ધક્કો મારી પાડી દીધો હતો જેથી તેની સાથે આવેલા બે અજાણ્યા ઈસમોએ ફરિયાદી ને કહેલું કે આજે તું બચી ગયો છો હવે ભેગો થાઈસ તો મારી નાખીશું કહીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા .જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કુલ છ શખ્સો સામે ગુનો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળઆરોપીઓ સિવાય આરોપી પૈકી કિશન કોળીની ધરપકડ કરી છે અને ફાયરિંગ કરવામાં ઉપયોગ કરવામાં આવેલ ગેરકાયદેસર પિસ્તોલ પણ કબ્જે કરવામાં આવી છે તેમજ અન્ય આરોપી તુલસી ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે તેમજ અન્ય બે અજાણ્યા આરોપી કોણ હતા તે આરોપી તુલસી સંખેશરિયા ની ધરપકડ થયા બાદ પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું ડીવાયએસપી પી.એસ.ગોસ્વામીએ જણાવ્યું હતું.