હળવદ તાલુકાના દીઘડિયા ગામે પાડોશી મહિલાને યુવક દ્વારા લાકડીથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવકના પિતાજી સાથે પડોશી મહિલાને લફરું હોવાનો ખોટો શક-વહેમ રાખી, ભોગ બનનાર મહિલા શેરીમાં નીકળતા તેને ગાળો આપી, આડેધડ લાકડીઓ ફટકારી પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલા દ્વારા પડોશમાં રહેતા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા ગીતાબેન દિનેશભાઇ પરષોત્તમભાઈ કગથરા ઉવ.૪૨એ હળવદ પોલીસ સમક્ષ આરોપી રવિભાઈ વાઘજીભાઈ કાંજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ ફરીયાદી ગીતાબેન તથા આરોપી રવિભાઈ આજુબાજુમા રહેતા હોય અને આરોપી રવિભાઈના પીતાજીને ફરીયાદિ ગીતાબેન સાથે લફરૂ હોવાનો ખોટો શક વહેમ રાખી ગત તા.૨૨/૦૩ના રોજ ગીતાબેન શેરીમાંથી નીકળેલ ત્યારે આરોપી રવિભાઈએ તેમને અપશબ્દો બોલી આડેધડ લાકડીથી માર મારતા ગીતાબેનને પગમા ફ્રેકચર જેવી ઈજા કરી હતી, ત્યારે ગીતાબેનને સારવાર અર્થે પ્રથમ હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં રીફર કર્યા જ્યાં પગમાં ફ્રેકચરની ઇજાને લઈને ઓપરેશન કરવા સહિતની સારવાર ચાલુ કરવામાં આવી હોય, હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.