હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા રવીભાઇ કાળુભાઇ દલસાણીયા ઉવ.-૨૮ એ આરોપી જીવાભાઇ અરજણભાઇ આકરીયા રહે.ડુંગરપુર ગામવાળાને મિત્ર હસમુખભાઇ જાદવ રહેવાસી-લખધીરપુર વાળાની વાડીમાં આરોપી જીવાભાઇને નહી આવવા બાબતે કહેતા આરોપીને સારૂ ન લાગતા આરોપીએ રવિભાઈને ઢીંકાપાટુનો મુંઢમાર મારી શરીરે મુંઢ ઇજા પહોંચાડી કાનમાં બચકું ભરી કાનના ઉપરના ભાગે ઇજા પહોંચાડી જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ રવિભાઈએ હળવદ પોલીસ મથકમાં આરોપી જીણાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.