Monday, January 6, 2025
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં જુગારના ચાર દરોડામાં વર્લીફીચર્સ અને તીનપત્તીનો જુગાર રમતા કુલ...

મોરબી અને વાંકાનેરમાં જુગારના ચાર દરોડામાં વર્લીફીચર્સ અને તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૩ પકડાયા,એકની શોધખોળ

મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી તથા વાંકાનેર સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ જુગારની ચાર રેઇડ દરમિયાન વર્લી ફીચર્સ અને તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ ૧૩ ઇસમોની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ દરોડામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર નજીક આવેલ ઉમા વિલેજમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમી રહેલા કૌશીકભાઇ નયનભાઇ ધાનાણી ઉવ.૨૮ રહે-ઉમા વિલેજ મહેંદ્રનગર મોરબી-૨, ચેતનભાઇ ભગવાનજીભાઇ પરમાર ઉવ.૩૦ રહે-પીપરવાડી મહેંદ્રનગર મોરબી-૨, વિરલભાઇ રમેશભાઇ વ્યાસ ઉવ.૩૦ રહે-ઉમા વિલેજ મહેંદ્રનગર મોરબી-૨, રમીનગીરી ઉમેદગીરી ઉવ.૨૮ રહે-ઉમા વિલેજ મહેંદ્રનગર મોરબી-૨ અશોકભાઇ જેસાભાઇ વાઢેર ઉવ.૩૦ રહે- સતગુરુ સોસાયટી રાજકોટવાળાને બી ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૩૨,૭૦૦/-જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કામગીરી કરવામાં આવી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી-માળીયા હાઇવે ઉપર વસુંધરા હોટલ પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલા મીનપ્રસાદ ઉર્ફે રોહીત વસંતપ્રસાદ ભુસાલ ઉવ.૨૨ રહે.મોરબી-૨ વીસીપરા ગુલાબનગર કુલીનગર-૧ મુળરહે.થાન જી.સુરેંદ્રનગરવાળાને વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા રૂ.૨,૪૨૦/-સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રીજા દરોડામાં વાંકાનેર સ્ટેશન રોડ ઉપર પાણીના પરબ નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડા અલગ અલગ ચિઠ્ઠીઓમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ સાહિલ હનિફભાઇ ભટ્ટી ઉવ.૨૨ રહે.વાંકાનેર નવાપરા સામે મુળરહે.સુરેન્દ્રનગર ચંદુલાલ શેરી નં.૨ વાળાને રોકડા રૂ. ૧૫,૨૦૦/- સાથે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વર્લી ફિચર્સના આકડાનું કપાત આરોપી જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટી રહે.સુરેન્દ્રનગર ચંદુલાલ શેરી નં.૨ વાળા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત જુગારના ચોથા દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વેલનાથપરા વિસ્તારમાં જાહેર ચોકમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા કાનજીભાઈ ધનજીભાઈ દેત્રોજા ઉવ.૩૬ રહે.વાંકાનેર વેલનાથપરા, મનીષભાઈ જગદીશભાઈ ઉધરેજા ઉવ.૪૨ રહે.વાંકાનેર વેલનાથપરા, અજયભાઈ ધનજીભાઈ દેત્રોજા ઉવ.૨૩ રહે.વાંકાનેર વેલનાથપરા, તુષારભાઈ મનસુખભાઈ વડેચા ઉવ.૩૦ રહે.વાંકાનેર વેલનાથપરા, મનોજભાઈ ધીરૂભાઈ વિંજવાડીયા ઉવ.૩૭ રહે.વાંકાનેર વેલનાથપરા, રોહીતભાઈ પાચાભાઈ બારૈયા ઉવ.૨૨ રહે.રાજકોટ ખોડીયાપરા શેરી નં-૩૩ને રોકડા રૂપિયા ૧૧,૨૫૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!