મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ચાર સ્થળોએથી વર્લીફિચર્સના આંકડાનો અને ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ છ જુગરીઓને પકડી લેવામાં આવ્યા છે જેમાં મોરબીમાં બે સ્થળોએ વર્લી ફિચર્સના આંકડાનો અને માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે તીનપત્તીના જુગાર ઉપર દરોડા પાડી કુલ રોકડ રૂ.૧૧,૧૫૦/- કબ્જે કરી તમામ આરોપીઓ સામે કાયદા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ જુગારના બે દરોડામાં માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે મોટા કોલીવાસમાં મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા હરખાભાઇ પ્રભુભાઇ અગેચાણીયા ઉવ.૩૮ કુવરજીભાઇ અવચરભાઇ પીપળીયા ઉવ.૩૫ બંનેરહે.વવાણીયા ગામે મોટા કોળીવાસને રોકડા ૯૩૦/-સાથે તેમજ બીજા દરોડામાં વવાણીયા ગામે મોટા કોલીવાસમાં ચોક નજીક તીનપત્તીનો જુગાર રમી રહેલ ધનાભાઇ દેવાભાઇ સોમાણી ઉવ.૩૭, મકાભાઇ કાનજીભાઇ અગેચાણીયા ઉવ.૩૪ બંનેરહે.વવાણીયા ગામ, મોટા કોળીવાસ તા.માળીયા(મી)ને રંગેહાથ રોકડા રૂ.૧,૦૭૦/- પકડી લેવામાં આવ્યા છે ત્યારે ઉપરોક્ત બે દરોડામાં માં પકડાયેલા ચારેય આરોપીઓ સામે માળીયા(મી) પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બે દરોડામાં મોરબી શહેરમાં ગ્રીનચોક વિસ્તારમાં આવેલ ઘંટીયા પા શેરીના નાકે વર્લી ફિચર્સના આંકડા અલગ અલગ ચિઠ્ઠીમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમતા દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયા ઉવ.૬૦ રહે.ઘંટીયા પા શેરીવાળાને રોકડા ૭,૦૦૦/-સાથે તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ સામે જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમી રહેલ સંજયભાઇ મનુભાઇ ગંડીયા ઉવ.૨૮ રહે.જીવરાજ સોસાયટી નજરબાગ સામે મોરબી-૨વાળાને રોકડ રૂપિયા ૨,૧૫૦/-સાથે ઝડપી લેવામાં આવી ત્યારે બંને અલગ અલગ દરોડામાં વર્લી ફિચર્સના આકડાંના જુગાર રમવાના સાહિત્ય સહિત બંને આરોપીની અટક કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.