Thursday, May 8, 2025
HomeGujaratહળવદમાં સામાજીક અગ્રણીએ ગૌ સેવા કરી પોતાના બાળકના સારા પરિણામની ખુશી અબોલ...

હળવદમાં સામાજીક અગ્રણીએ ગૌ સેવા કરી પોતાના બાળકના સારા પરિણામની ખુશી અબોલ જીવો સાથે વહેંચી

હળવદના સામાજિક અગ્રણી વિપુલભાઈ દવેના પુત્ર ધોરણ ૧૦ માં બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થતાં ગૌ સેવા કરી સારા પરિણામની ઉજવણી કરવામાં આવી છે. 2100 કિલો તરબૂચ શ્રી રામ ગૌશાળા ખાતે ગૌમાતા પીરસવા સેવા કાર્ય થતી ખુશી વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના સામાજિક અગ્રણી અને સમ્યક ગ્રુપ અમદાવાદના મેનેજિંગ ડાયરેક્ટર વિપુલભાઈ દવેના પુત્ર કુશ અને યુગ બંને દીકરાઓ ધોરણ 10 SSC ની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા છે. જે બદલ સમાજિક આગેવાને ગૌવંશને કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવા શુભ આશયથી શ્રી રામ ગૌશાળા ખાતે 800 ઉપરાંત ગૌમાતા અને ગૌવંશને 2100 કિલો એટલે કે 2 ટનથી પણ વધુ તરબૂચ પીરસી ખુશી વ્યક્ત કરી સારા પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ કાર્ય થકી પોતાના બાળકો SSC બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થતાં ખુશી વ્યક્ત કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!