Wednesday, March 25, 2026
HomeGujaratહળવદમાં પારકી પરિણીતા સાથે મિત્રતાનો ખાર રાખી યુવકને પતિ સહિત ચાર શખ્સોએ...

હળવદમાં પારકી પરિણીતા સાથે મિત્રતાનો ખાર રાખી યુવકને પતિ સહિત ચાર શખ્સોએ લમધાર્યો

ફળીયામાં ઘૂસી ધોકા અને પાઈપથી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં પારકી પરિણીતા સાથે મિત્રતા રાખવાનું યુવકને ભારે પડ્યું હતું. જેમાં પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખીને પતિ સહિતના આરોપીઓએ ઘરમાં ઘૂસી યુવકને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનાર યુવકની ફરિયાદને આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા સુનીલભાઈ ઉર્ફે ભોલો ઝીંઝુવાડીયા ઉવ.૨૨ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપી મહેશ ઉર્ફે મયલો કાળુભાઈની પત્ની સાથેની મિત્રતાને લઈને રીસ રાખી આરોપીઓ દશરથભાઈ નંદેસરીયા, વિશુ કાળુભાઈ, કાનજીભાઈ કાળુભાઈ અને મહેશ ઉર્ફે મયલો કાળુભાઈએ એક સંપ કરી ફરિયાદી સુનિલભાઈ ઉર્ફે ભોલા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન ચારેય આરોપીઓએ ફરિયાદીના ફળીયામાં ધોકો અને પાઈપ સાથે ઘુસી આવી યુવકને ધોકા અને પાઈપથી તેમજ ઢીંકાપાટુથી પીઠ તથા માથાના ભાગે માર માર્યો હતો, હુમલા દરમિયાન આસપાસના લોકો દોડી આવતા સુનિલભાઈ ઉર્ફે ભોલાને બચાવવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત યુવકને પહેલા હળવદ સરકારી દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. હાલ બનાવ અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!