હળવદના સુરવદર ગામે રહેતા યુવકે પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોય જેને લઈને પરિણીતાના પરિવારજનોએ આ યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં યુવકના કાકા ની હત્યા થવા પામી છે જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
હળવદના સુરવદર ગામે રહેતા યુવક મનોજ કરશનભાઈ ધામેચા ને પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોય જેને લઈને યુવક પરિણીતાને ભગાડી ગયો હતો જેનો રોષ રાખીને પરિણીતાના ભાઈ સહિતના પરિવારજનોએ સુરવદર ગામે આવી પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેમાં હુમલાખોરો એ ફળિયામાં સૂતેલા આધેડ ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા (ઉંમર ૫૫) ને ટિગાટોળી કરી ઘર બહાર લઈ જઈ તીક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં આધેડનું કરુણ મોત નિપજ્યું છે. જયારે મૃતકની પુત્રી અને પુત્રને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.ત્યારે બનાવની જાણ થતા જ હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગે તપાસ હાથ ધરી છે.