Tuesday, December 9, 2025
HomeGujaratહળવદના રણછોડનગર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, આરોપીઓ ફરાર

હળવદના રણછોડનગર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, આરોપીઓ ફરાર

હળવદ પોલીસે ૨૬૦૦ લીટર ઠંડો આથો, ૨૫૦ લીટર દેશી દારૂ સહિત ૧.૦૮લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં પોલીસે રેઇડ કરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી. રેઇડ દરમિયાન કુલ કિ.રૂ. ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ પકડી બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.

હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ હરવિજયસિંહ ઝાલા તથા દેવેન્દ્રસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે રણછોડગઢ ગામની સીમમાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી દેશી દારૂ લીટર-૨૧૫ તેમજ દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૨૬૦૦ મળી કુલ કિ.રૂ ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી સહદેવભાઇ કનુભાઇ સુરેલા રહે.ગામ રણછોડગઢ ઝુંડ તા.હળવદ અને ઇલેશ શંભુભાઇ ડાભી રહે.ગામ સુંદરગઢ તા.હળવદ વાળા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા બન્ને આરોપીઓને ફરાર દર્શાવી હળવદ પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!