Saturday, January 11, 2025
HomeGujaratહળવદમાં ચકલા-પોપટ તથા મોરબી અને વાંકાનેરમાં તીનપત્તીના જુગાર રમતા ૧૫ સામે ગુનો...

હળવદમાં ચકલા-પોપટ તથા મોરબી અને વાંકાનેરમાં તીનપત્તીના જુગાર રમતા ૧૫ સામે ગુનો નોંધાયો,ચાર ફરાર

મોરબી પોલીસે જીલ્લામાં જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર કડક કાર્યવાહી સબબ અલગ અલગ ત્રણ દરોડા પાડ્યા હતા. જેમાં હળવદમાં ટીકર ગામની સીમમાં રણની કાઠી પાસે જંગલમાં ચકલા-પોપટનો જુગાર રમી રહેલ તેમજ મોરબી અને વાંકાનેરમાં તીનપત્તીના જુગારના હાટડા ઉપર દરોડો પાડી કુલ ૧૫ જુગારી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ચકલા-પોપટના જુગારના દરોડામાં કુલ પાંચ પૈકી ચાર પોલીસને આવતી જોઈ નાસી જતા તેને ફરાર દર્શાવી તમામને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડામાં હળવદ પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના ટીકર ગામે રણની કાઠીના જંગલમાં રેઇડ કરતા જ્યાં અમુક શખ્સો દ્વારા ચકલા-પોપટનો પૈસાની હારજીતનો જુગાર રમતા હતા. ત્યારે પોલીસને આવતી જોઈ જુગરીઓમાં નાસભાગ મચી ગયી હતી ત્યારે એક આરોપી યોગેશભાઈ ધનજીભાઈ ચાવડા ઉવ.૩૨ રહે.ટીકર તા.હળવદવાળાને પોલીસે ઝડપી લીધેલ હતો. જ્યારે ચાર આરોપી દિનેશભાઈ ગાંડુભાઈ પરમાર રહે.ટીકર, વિપુલભાઈ ગોરધનભાઈ રાણેવાડીયા રહે.ટીકર, મેહુલભાઈ લાભુભાઈ રહે.માનગઢ તા.હળવદ તથા સાર્દુલભાઈ રાઘુભાઈ રહે.ટીકરવાળા દરોડા દરમિયાન ભાગી છૂટ્યા હતા. જેથી પોલીસે સ્થળ ઉપરથી ચકલા-પોપટના જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ. ૬,૬૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પકડવા પર બાકી આરોપીઓ સહિતના તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રાજેશભાઇ મનજીભાઇ ચાવડા ઉવ.૩૩ રહે.વિજયનગર લાયન્સનગરના ખુણા પાસે રેતીના સટ્ટાની સામે મોરબી, ગૌતમભાઇ અમૃતભાઇ સોલંકી જાતે ઉવ.૨૫ રહે.વિજયનગર ધમ્મગીરી સ્ટોરની બાજુમાં મોરબી, અશોકભાઇ ડાયાભાઇ ધંધુકીયા ઉવ.૩૦ રહે.વિજયનગર મેઇન રોડ મફતીયાપરામાં મોરબી, ભરતભાઇ ગીરીશભાઇ ચૌહાણ ઉવ.૩૯ રહે.વિજયનગર મેઇન રોડ મફતીયાપરામાં મોરબી તથા કમલેશભાઇ પમાભાઇ સોલંકી ઉવ.૨૬ રહે.વિજયનગર ધમ્મગીરી સ્ટોર વાળી શેરીમાં મોરબીવાળાને રોકડા રૂ.૩,૬૨૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે શહેરમાં રાજાવડલાથી અમરસર તરફ જતા કંચ રસ્તે રેલ્વેના નાલા પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા સુરેશભાઈ શીવાભાઈ અબાસણીયા ઉવ.૪૯ રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૬, મનસુખભાઈ શીવાભાઈ અબાસણીયા ઉવ.૫૮ રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૬, કાળુભાઈ છગનભાઈ માણસુરીયા ઉવ.૫૦ રહે.વાંકાનેર ગાયત્રીમંદીર રોડ, કેશુભાઈ છગનભાઈ દેત્રોજા ઉવ.૫૮ રહે.રાજાવડલા તા.વાંકાનેર, જેન્તીભાઈ થોભણભાઈ બાબરીયા ઉવ.૫૨ રહે.રાજાવડલા તા.વાંકાનેરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા ૧૦,૭૫૦/-ની રોકડ રકમ કબ્જે લઈ પાંચેય જુગારી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!