હળવદમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી જનાર યુવક સામે સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હળવદમાં રહેતા પરિવારની ૧૭ વર્ષ ૨૦દિવસની ઉમર ધરાવતી દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી મૂળ માળીયા(મી)ના વિદરકા ગામનો વતની હાલ હલવદના ગ્રીનપાર્કમાં રહેતો જય ભરતભાઈ ગઢવી અપહરણ કરી ભગાડી ગયો હોવાની સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જય ભરતભાઇ ગઢવી સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીન હાથ ધરી છે.