હળવદમાં ઉમીયા ચા પ્રા.લી.ની એજન્સી ધરાવતા વેપારીને કંપની સાથે વાંધો પડતા કંપનીના કહેવાથી હળવદમાં મારૂતી એન્ટપ્રાઇઝ નામની દુકાને અન્ય લોકો ઉમીયા ચાનુ વેચાણ કરતા હોય જેને નોટિસ પાઠવતા નોટિસનો ખાર રાખી ઈસમે વેપારીને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો ભાંડી ગર્ભીત ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદની ઉમા સોસાયટી ખાતે રહેતા નિલેશભાઇ લવજીભાઇ કાસુન્દ્રાને ઉમીયા ચા પ્રા.લી.ની એજન્સી હોય અને હાલે કંપની સાથે વાંધો પડતા કંપનીના કહેવાથી હળવદમાં મારૂતી એન્ટપ્રાઇઝ નામની દુકાને અન્ય લોકો ઉમીયા ચાનુ વેચાણ કરતા હોય જેથી ફરીયાદીએ વકીલ મારફતે તેમને નોટીસ આપેલ જે નોટીસનો ખાર રાખી ફરીયાદીના મોબાઈલ નંબર પર જલાભાઇ ડાંગર નામના શખ્સે ફોન કરી જેમ ફાવે તેમ અભદ્ર ગાળો આપી જ્યા જવુ હોય ત્યા જજે તેવુ કહી ચાની ભુકી ગઇ તેવી ગર્ભીત ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.