મોરબીમાં નજીવી બાબતે આધેડને મારી નાખવાની ધમકી મળી હતી. જેમાં ઈસમે આધેડ સાથે તેમનાં શાકભાજીના થળા પાસે સફાઈ કરવા જેવી બાબતે બોલાચાલી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાલ્મીકી વાસમાં રહેતાં અને સફાઈ કામ કરતા નરેશ ઉર્ફે અતુલભાઈ ભગાભાઈ રાઠોડ ગઈકાલે સવારે ૯ વાગ્યાં આસપાસ હળવદ દરબાર નાકા પાસે આવેલ મુળીબા શાકમાર્કેટમાં મહેબુબ ઉફે મેબાભાઈ મનસુરીના શાકભાજીના થળા પાસે હતાં. ત્યારે નિજામ ઉફે નાનકા મહેબુબ ઉફે મેબાભાઈ મનસુરી (રહે.જંગરીવાસ મોટા ફરીયા હળવદ) નામનાં શખસે સ્થળ પર આવી તેમના શાકભાજીના થળા પાસે સફાઈ કરવા બાબતે નરેશ ઉફે અતુલભાઈ સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદી અનુસૂચિત જાતીનો હોવાનુ જાણતો હોવા છતા જાતિ પ્રત્ય જાહેરમાં અપમાનિત(હડધુત) કરી ગાળો બોલી શરીરે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.