Sunday, January 12, 2025
HomeGujaratહળવદમાં ઘર પાસે ભરાયેલ પાણી કાઢવા જેવી સામાન્ય બાબતે થયેલ માથાકૂટમાં પાડોશીએ...

હળવદમાં ઘર પાસે ભરાયેલ પાણી કાઢવા જેવી સામાન્ય બાબતે થયેલ માથાકૂટમાં પાડોશીએ પાડોશી પર કર્યો હુમલો

હળવદમાં સામાન્ય બાબતે થયેલ માથાકૂટમાં બે લોકોને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વૃધ્ધાએ પોતાના ઘર બાજુ પાણી ન નાખવા બાબતે પાડોશી મહિલાને સમજાવતા પાડોશી મહિલાએ ઉશ્કેરાઈ જઈ વૃધ્ધા તથા યુવકને માર મારતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદમાં વિવેકાનંદ સ્કુલ પાછળ રહેતા લલીતાબેન લખમણભાઇ પરમાર નામના વૃધ્ધાએ મીનાબેન રાજુભાઇ કોળી, સંગીતાબેન વિજયભાઇ કોળી સાવરણાથી પાણી પોતાના ઘર બાજુ કાઢતા મચ્છર થતા હોય જેથી વૃધ્ધાએ પાણી પોતાના ઘર બાજુ ન કાઢવા બાબતે સમજાવવા જતા બંને મહિલાઓએ ઉશ્કેરાઇ જઇ વૃધ્ધાને ગાળો આપી વાળ પકડતા સાહેદ દિપકભાઇએ છોડાવેલ બાદ વધુ દેકારો થતા સંગીતાબેનના પતિ વિજયભાઇ કોળીએ હાથમાં પાઇપ લઇ આવી ફરીયાદી તથા સાહેદને શરીરના ભાગે પાઇપ મારી મુંઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!