Tuesday, November 26, 2024
HomeGujaratહળવદમાં એક તરફી પ્રેમી યુવકે યુવતીને સગાઈ તોડી નાખવા ફોન ઉપર ધમકી...

હળવદમાં એક તરફી પ્રેમી યુવકે યુવતીને સગાઈ તોડી નાખવા ફોન ઉપર ધમકી આપી

હળવદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સગાઈ અન્ય સાથે થવાના સમાચાર મળતા યુવતીને ફોન ઉપર સગાઈ તોડી નાખવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ભોગ બનનાર યુવતીની માતા દ્વારા એક તરફી પ્રેમી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના ગ્રામ્ય પંથકમાં રહેતા મહિલાએ હળવદ પોલીસ મથકમાં આરોપી અતુલભાઇ પરસોતમભાઇ તારબુંદીયા રહે.હળવદ ક્રુષ્ણનગર તા હળવદ જી.મોરબીવાળા સામે ફરિયાદ નોંધાવી કે આરોપી અતુલ કે જે ફરિયાદી મહિલાની દીકરીના એક તરફી પ્રેમમાં હોય. ત્યારે આરોપી અતુલ એક તરફી પ્રેમમાં એટલો પાગલ હોય કે યુવતીની અન્ય સાથે સગાઈ થવાની જાણ થતાં ગાંડપણની હદ વટાવી યુવતીને ફોન કરી સગાઈ તોડી નાખવા દબાણ કરી ધમકી આપી કે સગાઈ નહિ તોડી તો તને જાનથી મારી નાખીશ. તદુપરાંત એક તરફી પ્રેમી આરોપી અતુલ યુવતીનો અવારનવાર પીછો કરી માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ત્યારે હાલ પોલીસે ભોગ બનનાર યુવતીની માતા દ્વારા નોંધાયેલ ફરિયાદના આધારે આરોપી યુવક સામે આઇપીસી કલમ ૩૫૪(ડી), ૫૦૬(૨) નવા કાયદા પ્રમાણે (BNS કલમ ૭૮,૩૫૧(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!