Wednesday, November 27, 2024
HomeGujaratહળવદમાં રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરએ મોટરસાઈકલને હડફેટે લેતા એકનું મોત:બે...

હળવદમાં રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરએ મોટરસાઈકલને હડફેટે લેતા એકનું મોત:બે ઈજાગ્રસ્ત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સવાવ પાટીયાથી આગળ ડીવાઇન બોર્ડ પ્રા. લીમીટેડ કારખાનાની સામે રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ સવાર એકનું મોત નીપજ્યું હતું. જયારે બે લોકો ઈજાગ્રસ્ત થતા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનો એક પરિવાર હળવદ તાલુકાના રાણેકપર ગામે લગ્ન પ્રસંગે ગયેલ હોય જે પ્રસંગ પતાવી હળવદથી જેતપર મચ્છુ ઘરે પરત જતા હતા. ત્યારે હળવદ તાલુકાના સુસવાવ પાટીયાથી આગળ ડીવાઇન બોર્ડ પ્રા. લીમીટેડ કારખાનાની સામે હેતલબેન ચંદુભાઈ હમીરપર, પાયલ બેન રાજુભાઈ હમીરપરા તથા પ્રકાશભાઈ ચંદુભાઈ હમીરપરા (રહે. જેતપર મોરબી) મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યા હોય ત્યારે રોગ સાઈડમાં આવતા GJ-36-AQ-2585 નંબરના ટ્રેક્ટરે મોટરસાઈકલને હડફેટે લીધી હતી. જેના કારણે બાઈક સવાર હેતલબેન ચંદુભાઈ હમીરપરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે પાયલબેન રાજેશભાઇ હમીરપરા તથા પ્રકાશભાઈ ચંદુભાઈ હમીરપરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જયારે આરોપી પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!