Monday, November 18, 2024
HomeGujaratહળવદમાં કોર્ટ કેસનો ખાર રાખી મહિલા પર બે ઇસમોએ હુમલો કર્યો

હળવદમાં કોર્ટ કેસનો ખાર રાખી મહિલા પર બે ઇસમોએ હુમલો કર્યો

હળવદ તાલુકાના જુના વેગડવાવમાં રહેતા અને ઘરકામ કરતા મહિલાની દીકરીએ કોર્ટમાં કેસ હોય જેનો ખાર રાખી બે ઈસમોએ ઢિકા પાટુનો માર માર્યો તેમજ પેટના ભાગે ધોકા વડે ફટકારી ગંભીર ઇજા પહોચાડતા બંને ઈસમો વિરુધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના જુના વેગડવાવમાં રહેતા અને ઘરકામ કરતા શારદાબેન રમેશભાઇ વાઘેલાને ગત તા.૧૫/૦૯/૨૦૨૩ના બપોરના ત્રણેક વાગ્યાના સુમારે હળવદ દશામાના મંદીર પાસે ફરિયાદીની દીકરી સમતાએ કોર્ટમા કેસ કેમ કરેલ છે તેમ કહી આરોપી લક્ષ્મણભાઇ નરશીભાઇ બાલાસણીયા તથા મહેશભાઇ નરશીભાઇ બાલસણીયાએ ઢીકાપાટુનો માર મારી તથા આરોપી મહેશભાઇ નરશીભાઇ બાલસણીયાએ ધોકાથી ફરીયાદીને પેટના ભાગે મારી ફરિયાદી તથા સાહેદ સમતાને મુંઢ ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!