હળવદમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પૈસાની લેતી-દેતી મામલે બે યુવકો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. અને ઈસમે યુવક પર ઘાતકી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં માથક ગામે રહેતા નીલેશભાઇ ઉર્ફે નિકો હેમુભાઇ મદ્રેસણીયા ગત તા.૦૫/૧૧/૨૦૨૩ નાં સાંજના સમયે પોતાના ગામના ઝાપા પાસે આવતા ત્યારે પીન્ટુભાઇ અશોકભાઇ બોરાણીયા (રહે. માથક ગામ તા.હળવદ જી.મોરબી)એ ફરીયાદીને ગાળો આપી ઉછીના પૈસા આપેલ હોય જેની માંગણી કરતા ફરીયાદીએ આરોપીને જણાવેલ કે હું તમારી પાસે પૈસા માંગુ છું તે મને આપી દો એટલે હું તમારા પૈસા આપી દઇશ જેથી પીન્ટુભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો દઇ પોતે લાવેલ લાકડી વડે ફરીયાદીને ડાબા હાથમાં વાંસના ભાગે તેમજ જમણા પગના પંજા ઉપર ઘુટી પાસે ધોકા વતી માર મારેલ તેમજ એક ઘા કપાળ પર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.