Friday, December 1, 2023
HomeGujaratહળવદમાં વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધે કેનાલમાં ઝંપલાવ્યા સહિત જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધે કેનાલમાં ઝંપલાવ્યા સહિત જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા છે જેમાં હળવદ માં વ્યાજખોરના ત્રાસથી વૃદ્ધે કેનાલમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું ઉપરાંત રાશન ખૂટી પડતા પડતા પરિણીતા ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું અને અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મોત થયું હોવાનું પોલીસ ચોપડે જાહેર થવા પામ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદના નવા વેગડા ગામેં રહેતા મનજીભાઈ પ્રેમજીભાઈ સોનગ્રા (ઉ.વ.60)ને આરોપી રાયમલ ભગવાનજી ભાઈ રહે. જુના વેગડવાવ અને નારાયન કુબેરભાઈ દલવાડીએ લીલાપર રહેતા જેરામ ગાંગારામ દલવાડી પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા ત્યાર બાદ આ ત્રણેય આરોપીઓએ રૂપિયાની પઠાની ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી વૃદ્ધ મનજીભાઈ સોનગ્રાએ હળવદ જીઆઇડીસી નજીક આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે. આ અંગે મૃતકના પુત્ર પ્રકાશે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં હળવદ ખાતે સતનામ કોમ્પ્લેક્ષમાં રહેતા 43 વર્ષીય પરિણીતા સંગીતાબેન અશોકભાઈ મિયાત્રાનો પતિ બારેક વર્ષથી ક્યાંક જતો રહ્યો હોવાથી પરિણીતાના ઘરે છેલા ચાર દિવસથી રાશન અને રૂપિયા ખૂટી ગયા હતા આથી આર્થિક સંકટથી કંટાળી સંગીતાબેને પોતાના ઘરે મકાનની છતમાં દુપટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

વધૂમાં મોરબીના લગધીરપુર રોડ પર લેક્ષસ સીરામીકના કારખાના પાછળ આવેલ બીસન સીરામીકના મજૂર ક્વાટરમાં ગળેફાંસો ખાઈ 34 વર્ષીય પરપ્રાંતીય યુવાન અનિલ દાદારાવભાઈ ગજવીએ મોત વ્હાલું કરી લીધાનો બનાવ પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું છે.

અન્ય એક બનાવમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ માલકીયા હોટેલ પાસે અજાણ્યાં વાહને વૃદ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં અજાણ્યાં વાહને ચગદી નાખતા 50 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!