મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસમાં જાણે રેસ લાગી હોય તેમ એક બાદ દરોડાઓ પાડી જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે હળવદ પોલીસે એક ઈસમ શખ્સોને વર્લીફીચરનો જુગાર રમતા રમાડતા ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ પંચમુખી ઢોરો શંકરમંદિર વાળી શેરી માં એક ઈસમ મોબાઈલ ફોન દ્વારા વોટસઅપમાં વરલી ફીચરના આંકડાઓ લખી જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી તાજદીનભાઇ રજબઅલી પંજવાણી (રહે.હળવદ દંતેશ્વર દરવાજાપાસે મામલીયા ચોરો, શાર્ક માર્કેટ વાળી શેરી તા.હળવદ જી.મોરબી) નામના ઈસમને રોકડ રકમ રૂ.૫૪૪૦/- તથા બ્લયુ કલરનો સેમસંગ કંપનીનો રૂ.૫૦૦૦/-ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૦૪૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. જયારે ધીરાભાઇ કોળી (રહે.હળવદ ગોરી દરવાજા પાસે) નામનો ઈસમ સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.