Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ પંથકમાં યુવકે દારૂ પીને યુવતી ઉપર દુષ્કર્મનો વીડિયો ઉતારી બ્લેકમેઈલ મેઈલ...

હળવદ પંથકમાં યુવકે દારૂ પીને યુવતી ઉપર દુષ્કર્મનો વીડિયો ઉતારી બ્લેકમેઈલ મેઈલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ.

મોરબીમાં વધુ એક દુષ્કર્મની ઘટના હળવદના ગ્રામ્ય પંથકમાં બની હતી. હતી જેમાં વિશાલ એરવાડીયા આમ યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરીને તેનો વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવતા પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી યુવકની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના એક ગામમાં રહેતો વિશાલ પ્રવિણ એરવાડિયા નામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે વિશાલ એક યુવતીને સાથે ફોટો પડાવીને તેને બ્લેક મેઈલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત વિશાલ યુવતીને અવાર નવાર પરેશાન કરતો હતો ત્યાર બાદ વીડિયો પણ ઉતાર્યો હતો. જેના આધારે વિશાલ યુવતીને બ્લેક મેઈલ કરીને દુષ્કર્મ આચરતો હતો. જોકે, વિશાલથી કંટાળીને યુવતીએ 13 ડિસેમ્બરના રોજ છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી એમ છતાં આરોપી વિશાલે દારુ પીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની ફરિયાદના આધારે હળવદ પોલીસ મથકે વિશાલ એરવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!