હળવદ પંથકમાં કેસુડાના ફૂલો ઉનાળાના ધોમધખતા તાપમાનમા જંગલની શોભા વધારી રહ્યા હોય તેમ જણાઈ રહ્યુ છે. વર્ષો પહેલા જ્યારે કેમિકલ રંગનું સામ્રાજ્ય ન હતુ ત્યારે લોકો કેસુડાના ફૂલ પાણીમાં પલાળીને તેનો રંગ તરીકે ઉપયોગ કરતા હતા કેસૂડાના ફૂલથી તૈયાર કરેલ રંગ લગાડી હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરતા હતા.ફાગણ માસ ના ધોમધખતા તાપના દિવસોમાં આવતા હોળી ધુળેટી પર્વમાં કેસુડો અનેરૂ સ્થાન ધરાવે છે.
આજના મોબાઈલ યુગમા શહેરમાં પણ લગભગ કેસુડો જોવા મળતો નથી.અને બજારમા વેચાતા કેમિકલયુક્ત રંગો ખરીદી રહ્યા છે. ફાગણ માસમાં ધોમ ધખતા તાપમાં પાણીની સમસ્યા ઉભી થતી હોય છે ત્યારે આવા કેમિકલયુક્ત રંગોને કારણે પાણીનો વ્યય પણ થઈ રહ્યો છે ત્યારે કેસુડા જેવા રંગોનો ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીર માટે ઘણો જ ઉપયોગી અને ફાયદાકારક નીવડી શકે છે હળવદ તાલુકાના આંતરીયાળ વિસ્તારે હોળી-ધૂળેટીના પર્વ માં હજુ પણ કેસુડાના રંગો થી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને કેસુડાના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે કેસુડાના ફૂલ ને પાણીમાં પલાળી પીસીને અથવા વાટીને રંગ બનાવી શકાય છે જેનાથી બાળકો ને સ્નાન કરાવાથી લુ પણ લાગતી નથી ત્યારે પ્રકૃતિક ફાગણીયા કેસુડા જેવા બહુગુની ફૂલોના રંગો વડે તહેવારોની ઉજવણી કરવામા આવે તો આપણે અને આપણા પરીવારને કેમિકલયુક્ત રંગોની આડ અસરથી ચોક્કસ બચાવી