Friday, April 19, 2024
HomeGujaratહળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બીમારીથી કંટાળી યુવકે એસિડ પીને જીવન ટુંકાવ્યુ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બીમારીથી કંટાળી યુવકે એસિડ પીને જીવન ટુંકાવ્યુ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કોળીવાસમાં રહેતા નવઘણભાઇ મેરૂભાઇ દેગામા (ઉ.વ.૨૧)એ ગત તા.૧૩ ના રોજ પોતાના ઘરે જાતે એસીડ પી લીધું હતું. આથી, તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકને છેલ્લા બે વર્ષથી અવારનવાર શારીરીક બિમારી રહેતી હતી. અને તેને ટીબી થઇ જતા માનસીક ટેન્શનમાં આવી જતા અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!