હળવદ શહેરના જોશી ફળી વિસ્તારનો બનાવ :ગર્ભવતી ગૌ માતાને રજડતી ન મુકવા ગૌપ્રેમીઓની અપીલ
હળવદ : હળવદ શહેરના જોશી ફળી વિસ્તારમાં આજે બપોરના સમયે એક ગૌમાતા ત્રણ કે ચાર કલાક થી પ્રસુતા ની પીડા થી પીડાતા હોય.તે અંગે સ્થાનિક સેવાભાવી લોકોએ ગૌસેવકો ને અને ગૌમાતાના માલિકની શોધ કરી તેમને આ વાતની જાણ કરતા સૌપ્રથમ ગૌભક્તોએ એક સાથે ત્રણ પશુ ડોકટરને બોલાવી ગૌમાતાની ત્વરિત સારવાર કરતાં સફળતા પૂર્વક ડિલિવરી થઈ હતી પરંતુ કુપોષિત વાછરાડાનો જન્મ થયો હતો અને છેલ્લા ત્રણ થી ચાર કલાક થી પીડાતા ગૌમાતાને પીડા માંથી મુક્તિ મળી હતી અને ગૌમાતાને દવા બાટલા અને જરૂરી ઇન્જેક્શન થકી સારવાર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખની એ છે કે હળવદમાં એક અઠવડિયામાં વિવિધ વિસ્તારમાં રસ્તે ફરતી ગૌમાતામાં સરેરાશ ૪ થી ૫ આવી ઘટનાઓ બને છે કે ક્યાંક ગૌમાતા વિહાય તો તાજા જન્મેલ વાંછરડી કે વાંછરડા ને કૂતરા કે ભૂંડ ઇજા પહોંચાડે છે તો ક્યાંક પ્રસુતાની પીડા સમયે ગૌમાતા ખુબ રીબાય છે અને કોઈક કિસ્સામાં જન્મ લેનાર વાછરડા/વાછરડી જીવ ગુમાવે છે તો કોઈ કિસ્સામાં ગૌમાતા અને જન્મ લેનાર વાંછરડુ બંને જીવ ગુમાવતા હોઈ છે.ત્યારે હળવદના ગૌભકત તપનભાઈ દવે દ્વારા તમામ ગૌપાલકોને જાહેર વિનંતી અને પ્રાર્થના સાથે જણાવ્યું હતું કે ગૌમાતા ગર્ભવતી હોઈ ત્યારે ખાસ કાળજી લેશો જેથી તે પીડાય નહિ અને શાંતિ પૂર્વક તેમની ડિલિવરી થઈ શકે ભવિષ્યમાં ગૌમાતા આવી રીતે પીડાય નહિ તે માટે ગૌપાલકો ને ગર્ભવતી ગૌમાતા ને વીહાવા ના અઠવાડિયું કે દસ દિવસ તેને પોતાના ખીલે બાંધી તેની ચાકરી કરવા અનુરોધ કર્યો છે.