Monday, December 23, 2024
HomeGujaratહળવદમાં પતિએ મોબાઇલ બાબતે તથા ઘરકામ બાબતે ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા...

હળવદમાં પતિએ મોબાઇલ બાબતે તથા ઘરકામ બાબતે ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

હળવદમાં આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતાને તેના પતિએ મોબાઇલ બાબતે તથા ઘરકામ બાબતે ઠપકો આપતા પરણિતાને લાગી આવતા તેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાને સમયસર સારવાર મળી જતા હાલ તેમની હાલત સ્થિર છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કેદારીયા સીમ કરશનભાઇ ભગવાનભાઇ દલવાડીની વાડીએ રહેતી મૂળ મહારાષ્ટ્રની પાંગલીબેન દિપકભાઇ પટલે નામની મહિલાને તેના પતિએ મોબાઇલ બાબતે તથા ઘરકામ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા કોઇ ઝેરી દવા પોતાની મેળે જ પી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે મહિલાને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચ્યો હતો. ત્યારે હળવદ પોલીસે સમગ્ર મામલે જાણવાજોગ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!