મોરબીના હળવદમાંથી એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. જેમાં ગત તા.૦૪/૧૨/૨૦૨૨ ના રોજ હળવદના કાશી વિશ્વનાથ મંદીર ખાતે રહેતા ભૂમીકાબેન હીરેનભાઇ ગોસાઇએ પોતે બાથરૂમ સાફ સફાઇ કરવામા જે ટબમા એસીડ તથા પાણી મીક્ષ કરીને રાખેલ હતુ તે અન્ય કામ કરતા ભુલાઇ ગયેલ અને શરતચુક આ એસિડવાળા પાણીથી કોગળા કરતા પોતાને ખબર પડતા થુકી ગયેલ અને મહિલાએ તુરંત કુંટુબીજનોને જાણ કરતા તેઓએ મહિલાને મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડી હતી જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.