Sunday, September 8, 2024
HomeGujaratહળવદમાં ચાલુ રિક્ષામાં સોનાનો ચેન સેરવી લેનાર મહિલા સહિત ત્રણને ઝડપી લેવાયા

હળવદમાં ચાલુ રિક્ષામાં સોનાનો ચેન સેરવી લેનાર મહિલા સહિત ત્રણને ઝડપી લેવાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે હર્ષ ઉલ્લાસથી ઉજવાય, તહેવાર દરમ્યાન કોઇ અણબનાવ ન બને તે હેતુથી જરૂરી તકેદારી રાખવા પોલીસ તંત્રને સૂચના આપી હતી. જે અન્વયે એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે કાર્યરત હતા. જે દરમિયાન ગઈકાલે બનેલ ચોરીના ગુનાને મોરબી એલ.સી.બી.ની પેરોલફલો સ્કવોડ ટીમેં ગણતરીની કલાકોમાં શોધી કાઢી ત્રણ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૪/૧૦/૨૦૨૨ નારોજ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીયાદીને ઓટો રીક્ષામાં પેસેન્જરશ તરીકે બેસાડી ફરીયાદીના ગળામાં પહેલ સોનાનો પાર્ટીપારો રીક્ષામાં બેઠેલ સ્ત્રીઓએ ફરીયાદીની નજર ચૂકવી સેરવીને ચોરી કરી લઇ ફરીયાદીને હળવદ ધ્રાંગધ્રા રોડ ઉપર રીક્ષામાંથી ઉતારી દિધેલ જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ આરોપીને શોધી કાઢવા હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ પોકેટકોપ એપ, ટેકનીકલ માધ્યમ આધારે આ પ્રકારના ગુના આચરનાર આરોપીના ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રીત કરી તે અંગે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં મોરબી તથા આજુબાજુના જિલ્લાઓમાં આ પ્રકારના બનેલ બનાવો જેના આરોપીઓની એમ.ઓ. ફોટોગ્રાફ અંગેની સંપૂર્ણ માહીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરી સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર,વગેરે જગ્યાએ માહીતી એકત્રીત કરવામાં આવેલ હતી. જેમાં એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડને રાજકોટનાં કુબલીયાપરામાં રહેતી પ્રભા ઉર્ફે બાડી તથા તેના સાગરીતોએ મળી આ ગુનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ખાનગી ભરોસાપાત્ર હકિકત મળતા જ બાતમીના આધારે તપાસ કરતા સદરહુ ગુનાને અંજામ આપનાર બે સ્ત્રી તથા રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરી પુછપરછ કરતા ત્રણેયે ગુનાની કબૂલાત આપતા અને નજર ચૂકવી સેરવી લીધેલ સોનાનો પાટીપારો તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. ઓટો રીક્ષા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૧૫,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગણતરીની કલાકોમાં મોરબી એલ.સી.બી.ની પેરોલફલો સ્કવોડ ટીમે ગુનો ઉકેલી પ્રભાબેન ઉર્ફે બાડી કિશનભાઇ સોલંકી, જનાબેન ઉર્ફે મંજુબેન અજીતભાઇ સોલંકી અને અરવિંદ પોલાભાઇ કાંજીયાની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ સાસુ- જમાઇ છે જે ઓટો રીક્ષા લઇને શહેરી વિસ્તારમાં નિકળી એકલ-દોકલ અથવા વયોવૃધ્ધ સ્ત્રીઓને રીક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પુરઝડપથી ચલાવી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાના દાગીના પેસેન્જરને ખબર ન પડે તે રીતે નજર ચૂકવી સેરવી, ચોરી કરી ગુનાને અંજામ આપતા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!