Wednesday, January 8, 2025
HomeGujaratહળવદમાં બે હવસખોરોએ યુવતીની આબરૂ લેવાની કોશીશ કરી યુવતીના ભાઈના ઢોર માર...

હળવદમાં બે હવસખોરોએ યુવતીની આબરૂ લેવાની કોશીશ કરી યુવતીના ભાઈના ઢોર માર માર્યો

મોરબીમાં મહિલાઓની સુરક્ષાને લઈને કડક વલણ અપનાવવાની જરુરિયાત ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં એક યુવતી સાથે બે શખ્સોએ દુર્વ્યવહાર કરી તેની શારીરિક છેડતી કરતા યુવતીએ બુમાબુમ કરી મુકતા તેનો ભાઈ તેને બચાવવા આવ્યો પરંતુ ઈસમોએ તેને ઢોર માર મારી બંનેને ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદમાં રહેતી યુવતી હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં એકલા જતા હોય ત્યારે તેમની એકલતાનો લાભ લઇ અસબાઝ મયુદીન ફકીર તથા અકબર ઉર્ફે કાળો સરફરાજભાઇ માણેકીયા (રહે બન્ને-હળવદ) નામના બંને શખ્સોએ બાઇક લઇને આવી અસબાઝ મયુદીન ફકીર નામના હવસખોરે યુવતીનો હાથ પકડી તથા અકબર ઉર્ફે કાળો સરફરાજભાઇ માણેકીયાએ ફરિયાદીની છાતીએ હાથ નાંખી આબરૂ લેવાની કોશીશ કરી છેડતી કરી દેકારો થતા યુવતીનો ભાઇ આવી જતા અસબાઝ નામના ઈસમે તેને ધોકા વડે મોઢા ઉપર તથા ડાબા પગના સાથળના ભાગે મારી મુંઢ ઇજા કરી ફરિયાદીને બંને ઈસમોએ છાતીના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા કરી તથા ગાળો આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અને ફરિયાદ નોંધાતાની સાથે જ હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!