મોરબી જિલ્લા અપમૃત્યુનો આજે વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ હમીરભાઇ નરશીભાઇ ચાવડાના મકાનમા રહેતા ભાવેશભાઇ હમીરભાઇ ચાવડા નામના ૩૧ વર્ષીય યુવાન પોતાના ઘરે હતા આ દરમિયાન તા.૧૫/૦૪/૨૦૨૨ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેવા પ્રયાસ કર્યો હતો જેમા તેનું મોત નીપજ્યું હોવાનું હમીરભાઇ નરશીભાઇ ચાવડાએ હળવદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બોલેરોની અડફેટે બાઇક ચાલક ઘવાયો
મોરબીની રવાપર ચોકડીથી લીલાપર ચોકડી વચ્ચે આવેલ એસ.પી. રોડ જવાના રસ્તા નજીક બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં આરોપી કૃષ્ણરાજ ઉર્ફે કાનો (રહે. પંચાસર તા.જી.મોરબી)એ બોલેરો પીકપ કાર નંબર GJ.36.T.4294ના આડેધડ બોલેરો ચલાવી હીરો સ્પ્લેન્ડ મો.સા. નં. GJ.03.HJ.9197ના ચાલકને ઠોકરે લીધા હતા. જે અકસ્માતમાં જીગ્નેશ ભાઈ દીનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૪ રહે. મોરબી જેલ રોડ વણકરવાસ શેરી નં.૨) જમીન પર પટકાતા તેઓને માથાના ભાગે વાગતા હેમરેજ સહિતની ઇજા થવા પામી હતી.આ ઉપરાંત પીઠ અને હાથપગમાં ઇજા પહોંચતા જયભાઇએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.









