Wednesday, December 4, 2024
HomeGujaratમોરબી તાલુકાના જેપુર ગામે સાત શખ્સોએ યુવાનને મારી નાખવાની ધમકી આપતા યુવાને...

મોરબી તાલુકાના જેપુર ગામે સાત શખ્સોએ યુવાનને મારી નાખવાની ધમકી આપતા યુવાને ફીનાઈલ ગટગટાવ્યું

મોરબી તાલુકાના જેપુર ગામે રહેતા યુવાન સામે આરોપીઓએ ખોટી અરજી કર્યા બાદ મારી નાખવાની ધમકી આપતા યુવાને ડરના માર્યા ફીનાઇલ ગટગટાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ અંગે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

જેપુર ગામે વણકરવાસ વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ સોલંકી વિરૂધ્ધ આરોપી સંજયભાઇ પોપટભાઇ મકવાણા, ડાયાભાઇ મેઘાભાઇ સોલંકી, સુધીરભાઇ ગોવિંદભાઇ, પોપટભાઇ સીદાભાઇ મકવાણા, જીતેન્દ્રભાઇ ડાયાભાઇ સોલંકી, દેવજીભાઇ પોપટભાઇ મકવાણા, ગોવિંદભાઇ શામજીભાઇ મકવાણા રહે-બધા જેપુરવાળાએ ખોટા આક્ષેપ વાળી અરજી કરી હતું જે બાબતે મહેન્દ્રભાઈએ આરોપીઓને પૂછતા આરોપીઓએ બેફામ વાણી વિલાસ આચરી યુવાન મહેન્દ્ર ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલ મહેન્દ્રભાઇએ પોતાના રહેણાક મકાને ફિનાઇલ પી જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા જ્યાં ભોગગ્રસ્ત યુવાને નિવેદન નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!