મોરબી તાલુકાના જેતપર (મચ્છુ)ગામે બે દિવસ પેહલા રાજેશભાઇ નામના યુવાન પર આઠ શખ્સોએ હીંચકારો હુમલો કર્યો હતો જે બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સમસ્ત જેતપર ગામ દ્વારા સજ્જડ બન્ધ પાડીને આ હુમલા સામે રોષ દર્શાવવામા આવ્યો હતો.
સમસ્ત જેતપર ગામના ગ્રામજનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દૂ સંગઠનો મોરબી જિલ્લા કલેકટર અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ને આવેદન પત્ર પાઠવી આરોપીઓ પર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી જોકે આ હુમલાનો બનાવ બન્યો તે દરમિયાન ગણતરીની મિનિટમાં જ મોરબી પોલીસ જેતપર ગામે ચુસ્ત પોલોસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને પગલાં પણ લેવાયા હતા સાથે જ ગઈકાલે જેતપર ગામે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને આર એસ એસ સહિતના સંગઠનો દ્વારા આ બનાવને વખોડી કાઢી અને હિન્દૂ સમાજમાં એકતા વધે તે હેતુથી બેઠક યોજાઇ હતી.
જેમાં વિહિપ મોરબી જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઇ સવસાણી, વિહિપ મોરબી જીલ્લા ગ્રામ્ય અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા, વિહિપ મોરબી જિલ્લા મંત્રી કમલભાઇ દવે, બજરંગ દળ મોરબી જિલ્લા સંયોજક કૃષભભાઇ રાઠોડ, વિહિપ મોરબી તાલુકા ગ્રામ્ય મંત્રી મનોજભાઇ કાવર, આરએસએસ જિલ્લા કાર્યવાહક મહેશભાઈ બોપલીયા, આરએસએસ તાલુકા કાર્યવાહક અશોકભાઈ કાસુન્દ્રા, હિન્દૂ જાગરણ મંચના બકુલભાઇ કાવર તેમજ જેતપર તેમજ આજુ બાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.